કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૩૧
(अनुष्टुभ्)
‘‘एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।
एष योगः समासेन प्रदीपः परमात्मनः ।।’’
तथा हि —
(मंदाक्रांता)
त्यक्त्वा वाचं भवभयकरीं भव्यजीवः समस्तां
ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम् ।
पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरीं तां
प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः ।।9२।।
बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया ।
कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्ति त्ति ।।६८।।
बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि ।
कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति ।।६८।।
‘‘[શ્લોકાર્થઃ — ] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે)
ત્યાગવાં. — આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે — કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે
(અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).’’
વળી (આ ૬૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ-
વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને
સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી
ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
અન્વયાર્થઃ — [बंधनछेदनमारणाकुंचनानि] બંધન, છેદન, મારણ ( – મારી નાખવું),
આકુંચન ( – સંકોચવું) [तथा] તથા [प्रसारणादीनि]
પ્રસારણ ( – વિસ્તારવું) ઇત્યાદિ