Niyamsar (Gujarati). Shlok: 93 Gatha: 69.

< Previous Page   Next Page >


Page 132 of 380
PDF/HTML Page 161 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अत्र कायगुप्तिस्वरूपमुक्त म्

कस्यापि नरस्य तस्यान्तरंगनिमित्तं कर्म, बंधनस्य बहिरंगहेतुः कस्यापि कायव्यापारः छेदनस्याप्यन्तरंगकारणं कर्मोदयः, बहिरंगकारणं प्रमत्तस्य कायक्रिया मारणस्याप्यन्तरङ्गहेतुरांतर्यक्षयः, बहिरङ्गकारणं कस्यापि कायविकृतिः आकुंचन- प्रसारणादिहेतुः संहरणविसर्पणादिहेतुसमुद्घातः एतासां कायक्रियाणां निवृत्तिः काय- गुप्तिरिति

(अनुष्टुभ्)
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः
संभावयति तस्यैव सफलं जन्म संसृतौ ।।9।।
जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती
अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती ।।9।।

[कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિને [कायगुप्तिः इति निर्दिष्टा] કાયગુપ્તિ કહી છે.

ટીકાઃઅહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.

કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચ- વિસ્તારાદિકના હેતુભૂત સમુદ્ઘાત છે.આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.

[હવે ૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.

મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે;
અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯.

૧૩૨ ]