Niyamsar (Gujarati). Gatha: 70.

< Previous Page   Next Page >


Page 134 of 380
PDF/HTML Page 163 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती
हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिद्दिट्ठा ।।७०।।
कायक्रियानिवृत्तिः कायोत्सर्गः शरीरके गुप्तिः
हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा ।।७०।।

निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत

सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्तिः कायोत्सर्गः, स एव गुप्तिर्भवति पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगुप्तिरिति

तथा चोक्तं तत्त्वानुशासने (મુનિશિરોમણિ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.

જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે;
હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.

અન્વયાર્થઃ[कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ [कायोत्सर्गः] કાયોત્સર્ગ [शरीरके गुप्तिः] શરીરસંબંધી ગુપ્તિ છે; [वा] અથવા [हिंसादिनिवृत्तिः] હિંસાદિની નિવૃત્તિને [शरीरगुप्तिः इति] શરીરગુપ્તિ [निर्दिष्टा] કહી છે.

ટીકાઃઆ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.

સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ (અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.

એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

૧૩૪ ]