Niyamsar (Gujarati). Shlok: 112 Gatha: 85.

< Previous Page   Next Page >


Page 158 of 380
PDF/HTML Page 187 of 409

 

background image
૧૫૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
‘‘अनवरतमनंतैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बंधनं नैव जातु
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी
।।’’
तथा हि
(मालिनी)
अपगतपरमात्मध्यानसंभावनात्मा
नियतमिह भवार्तः सापराधः स्मृतः सः
अनवरतमखंडाद्वैतचिद्भावयुक्तो
भवति निरपराधः कर्मसंन्यासदक्षः
।।११२।।
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८५।।
‘‘[શ્લોકાર્થઃ] સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદ્ગલપરમાણુરૂપ) કર્મોથી
બંધાય છે; નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ. જે સાપરાધ આત્મા છે તે
તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે
શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.’’
વળી (આ ૮૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત
જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છેપરમાત્મધ્યાને પરિણમ્યો નથી) તે
ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-
ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (
કર્મત્યાગમાં નિપુણ) જીવ નિરપરાધ છે. ૧૧૨.
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.