Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 161 of 380
PDF/HTML Page 190 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૧
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८६।।
अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्त :
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यद्रष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्त : शुद्ध-
निश्चयसद्दृष्टिः बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्गं परित्यज्य व्यवहारेण
महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोध-
षडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहज-
बोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं
शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं
અન્વયાર્થઃ[यः तु] જે (જીવ) [उन्मार्गं] ઉન્માર્ગને [परित्यज्य] પરિત્યાગીને
[जिनमार्गे] જિનમાર્ગમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोति] કરે છે, [सः] તે (જીવ)
[प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः
भवेत] પ્રતિક્રમણમય છે.
ટીકાઃ
અહીં ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં
આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદ્રષ્ટિપ્રશંસા અને *અન્યદ્રષ્ટિસંસ્તવરૂપ
મળકલંકપંકથી વિમુક્ત (મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ (જીવ)
બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ
અઠ્યાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ
કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય
અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં
શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત
્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દ્રષ્ટિ જીવ વ્યવહારે અઠ્યાવીશ
મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર
*અન્યદ્રષ્ટિસંસ્તવ = (૧) મિથ્યાદ્રષ્ટિનો પરિચય; (૨) મિથ્યાદ્રષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાદ્રષ્ટિનો
મહિમા કરવો તે અન્યદ્રષ્ટિપ્રશંસા છે અને મિથ્યાદ્રષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે
અન્યદ્રષ્ટિસંસ્તવ છે.)