रुत्सर्गादपवादतश्च विचरद्बह्वीः पृथग्भूमिकाः ।
श्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम् ।।’’
तपसि निरतचित्ताः शास्त्रसंघातमत्ताः ।
कथममृतवधूटीवल्लभा न स्युरेते ।।११५।।
ભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત ( – પરમાત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] એ પ્રમાણે વિશિષ્ટ ૧આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ ( – ચારિત્ર) તેને યતિ પ્રાપ્ત કરીને, ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.’’
વળી (આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ ૨મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત
૧૬૨ ]
૧. આદર = કાળજી, સાવધાની; પ્રયત્ન; બહુમાન.
૨. મત્ત = મસ્ત; ઘેલા; અતિશય પ્રીતિવંત; અતિ આનંદિત.