Niyamsar (Gujarati). Gatha: 87.

< Previous Page   Next Page >


Page 163 of 380
PDF/HTML Page 192 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૩
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८७।।
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८७।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्त :
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्त त्वात
निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः अत एव शल्यत्रयं परित्यज्य परम-
निःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात
स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति
છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય
થાય જ.) ૧૧૫.
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
અન્વયાર્થ[यः तु साधुः] જે સાધુ [शल्यभावं] શલ્યભાવ [मुक्त्वा] છોડીને
[निःशल्ये] નિઃશલ્યભાવે [परिणमति] પરિણમે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ
[उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत] પ્રતિક્રમણમય છે.
ટીકાઃઅહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ
કહેલ છે.
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્મપંકથી
યુક્તપણું હોવાને લીધે (વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) ‘તેને
નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે’ એમ ઉપચારથી કહેવાય છે. આમ
હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે
તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત (
નિજ સ્વરૂપ
સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]