૧૬૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
शल्यत्रयं परित्यज्य निःशल्ये परमात्मनि ।
स्थित्वा विद्वान्सदा शुद्धमात्मानं भावयेत्स्फु टम् ।।११६।।
(पृथ्वी)
कषायकलिरंजितं त्यजतु चित्तमुच्चैर्भवान्
भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः ।
स्वभावनियतं सुखं विधिवशादनासादितं
भज त्वमलिनं यते प्रबलसंसृतेर्भीतितः ।।११७।।
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू ।
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८८।।
त्यक्त्वा अगुप्तिभावं त्रिगुप्तिगुप्तो भवेद्यः साधुः ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।।८८।।
[શ્લોકાર્થઃ — ] ત્રણ શલ્યને પરિત્યાગી, નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, વિદ્વાને
સદા શુદ્ધ આત્માને સ્ફુટપણે ભાવવો. ૧૧૬.
[શ્લોકાર્થઃ — ] હે યતિ! જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ છે અને વારંવાર
કામબાણના અગ્નિથી દગ્ધ છે — એવા કષાયક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે
વિધિવશાત્ ( – કર્મવશપણાને લીધે) અપ્રાપ્ત છે એવા નિર્મળ *સ્વભાવનિયત સુખને તું
પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭.
જે સાધુ છોડી અગુપ્તિભાવ ત્રિગુપ્તિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
અન્વયાર્થઃ — [यः साधुः] જે સાધુ [अगुप्तिभावं] અગુપ્તિભાવ [त्यक्त्वा] તજીને
[त्रिगुप्तिगुप्तः भवेत्] ત્રિગુપ્તિગુપ્ત રહે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते]
કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.
*સ્વભાવનિયત = સ્વભાવમાં નિશ્ચિત રહેલ; સ્વભાવમાં નિયમથી રહેલ.