Niyamsar (Gujarati). Shlok: 118 Gatha: 89.

< Previous Page   Next Page >


Page 165 of 380
PDF/HTML Page 194 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૫
त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत
यः परमतपश्चरणसरःसरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम्
अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति,
यस्मात
् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति
(हरिणी)
अथ तनुमनोवाचां त्यक्त्वा सदा विकृतिं मुनिः
सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम्
भजतु परमां भव्यः शुद्धात्मभावनया समं
भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत
।।११८।।
मोत्तूण अट्टरुद्दं झाणं जो झादि धम्मसुक्कं वा
सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिट्ठसुत्तेसु ।।9।।
मुक्त्वार्तरौद्रं ध्यानं यो ध्यायति धर्मशुक्लं वा
स प्रतिक्रमणमुच्यते जिनवरनिर्दिष्टसूत्रेषु ।।9।।
ટીકાઃત્રિગુપ્તિગુપ્તપણું (ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ
તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ-
આસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુપ્તિગુપ્ત-નિર્વિકલ્પ-
પરમસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય
પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
[હવે આ ૮૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, ભવ્ય મુનિ સમ્યગ્જ્ઞાનના
પુંજમયી આ સહજ પરમ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુપ્તિમય
એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯.
અન્વયાર્થ[यः] જે (જીવ) [आर्तरौद्रं ध्यानं] આર્ત અને રૌદ્ર ધ્યાન [मुक्त्वा]