૧૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ध्यानविकल्पस्वरूपाख्यानमेतत् ।
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात्
अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहद्द्वेषजनित-
रौद्रध्यानं च, एतद्द्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण
त्यक्त्वा, स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मध्यानम्, ध्यानध्येयविविध-
विकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनाथनिश्चयशुक्लध्यानं च
ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीकः निश्चयप्रतिक्रमणस्वरूपो भवति,
परमजिनेन्द्रवदनारविन्दविनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति । ध्यानेषु च चतुर्षु हेयमाद्यं
ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति ।
છોડીને [धर्मशुक्लं वा] ધર્મ અથવા શુક્લ ધ્યાનને [ध्यायति] ધ્યાવે છે, [सः] તે
(જીવ) [जिनवरनिर्दिष्टसूत्रेषु] જિનવરકથિત સૂત્રોમાં [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते]
કહેવાય છે.
ટીકાઃ — આ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય
(ઇષ્ટ, સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન,
તથા (૨) ચોર-જાર-શત્રુજનોનાં વધ-બંધન સંબંધી મહા દ્વેષથી ઊપજતું જે રૌદ્રધ્યાન,
તે બન્ને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુઃખનાં મૂળ
હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે (સર્વથા) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના
નિઃસીમ (-બેહદ) સુખનું મૂળ એવું જે સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમધર્મધ્યાન, તથા
(૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત, *અંતર્મુખાકાર, સકળ ઇન્દ્રિયોના
સમૂહથી અતીત (-સમસ્ત ઇન્દ્રિયાતીત) અને નિર્ભેદ પરમ કળા સહિત એવું જે
નિશ્ચય-શુક્લધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવરપુંડરીક ( – ભવ્યોત્તમ) પરમભાવની
(પારિણામિક ભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે — એમ
પરમ જિનેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન હેય છે, ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વદા
ઉપાદેય છે.
*
અંતર્મુખાકાર = અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું.