Niyamsar (Gujarati). Shlok: 119-120.

< Previous Page   Next Page >


Page 167 of 380
PDF/HTML Page 196 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૭
तथा चोक्त म्
(अनुष्टुभ्)
‘‘निष्क्रियं करणातीतं ध्यानध्येयविवर्जितम्
अन्तर्मुखं तु यद्धयानं तच्छुक्लं योगिनो विदुः ।।’’
(वसंततिलका)
ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति
व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे
सास्तीत्युवाच सततं व्यवहारमार्ग-
स्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम्
।।११9।।
(वसंततिलका)
सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं
मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात
नास्त्येष सर्वनयजातगतप्रपंचो
ध्यानावली कथय सा कथमत्र जाता
।।१२०।।
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત
(અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ
શુક્લધ્યાન કહે છે.’’
[હવે આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને
વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. ‘તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં
છે)’ એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેંદ્ર! આવું તે તત્ત્વ (તેં નય દ્વારા
કહેલું વસ્તુસ્વરૂપ), અહો! મહા ઇન્દ્રજાળ છે. ૧૧૯.
[શ્લોકાર્થઃ] સમ્યગ્જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ-
સમૂહોથી સર્વતઃ મુક્ત (સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ
*ધ્યાનાવલિ = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા.