Niyamsar (Gujarati). Shlok: 121.

< Previous Page   Next Page >


Page 169 of 380
PDF/HTML Page 198 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૯
सामान्यप्रत्ययाः, तेन स्वरूपविकलेन बहिरात्मजीवेनानासादितपरमनैष्कर्म्यचरित्रेण
सम्यग्दर्शनज्ञानचारित्राणि न भावितानि भवन्तीति
अस्य मिथ्याद्रष्टेर्विपरीतगुणनिचय-
संपन्नोऽत्यासन्नभव्यजीवः अस्य सम्यग्ज्ञानभावना कथमिति चेत
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(अनुष्टुभ्)
‘‘भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः
भावये भाविता नेति भवाभावाय भावनाः ।।’’
तथा हि
(मालिनी)
अथ भवजलराशौ मग्नजीवेन पूर्वं
किमपि वचनमात्रं निर्वृतेः कारणं यत
तदपि भवभवेषु श्रूयते वाह्यते वा
न च न च बत कष्टं सर्वदा ज्ञानमेकम्
।।१२१।।
પ્રત્યયોને પૂર્વે સુચિર કાળ ભાવ્યા છે; જેણે પરમ નૈષ્કર્મ્યરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા
તે સ્વરૂપશૂન્ય બહિરાત્મ-જીવે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર ભાવ્યાં નથી. આ
મિથ્યાદ્રષ્ટિ જીવથી વિપરીત ગુણસમુદાયવાળો અતિ-આસન્નભવ્ય જીવ હોય છે.
આ (અતિનિકટભવ્ય) જીવને સમ્યગ્જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન
કરવામાં આવે તો (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૩૮મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] *ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ (હવે) હું ભાવું છું.
તે ભાવનાઓ (પૂર્વે) નહિ ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું (કારણ
કે ભવનો અભાવ તો ભવભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની, પૂર્વે નહિ
ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય).’’
વળી (આ ૯૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જે મોક્ષનું કાંઈક કથનમાત્ર (કહેવામાત્ર) કારણ છે તેને પણ
*ભવાવર્ત = ભવ-આવર્ત; ભવનો ચકરાવો; ભવનું વમળ; ભવ-પરાવર્ત.