૧૭૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(અર્થાત્ વ્યવહાર-રત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં ( – ઘણા
ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું ( – અમલમાં મૂક્યું) છે; પરંતુ અરેરે! ખેદ છે કે જે સર્વદા
એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્ત્વને) જીવે
સાંભળ્યું-આચર્યું નથી, નથી. ૧૨૧.
નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
અન્વયાર્થઃ — [मिथ्यादर्शनज्ञानचरित्रं] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને
[निरवशेषेण] નિરવશેષપણે [त्यक्त्वा] છોડીને [सम्यक्त्वज्ञानचरणं] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રને [यः] જે (જીવ) [भावयति] ભાવે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्]
પ્રતિક્રમણ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ ( – સંપૂર્ણ)
સ્વીકાર કરવાથી અને મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને
નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે
મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું
આચરણ તે મિથ્યાચારિત્ર છે; — આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં
मिच्छादंसणणाणचरित्तं चइऊण णिरवसेसेण ।
सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं ।।9१।।
मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण ।
सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम् ।।9१।।
अत्र सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां
निरवशेषत्यागेन च परममुमुक्षोर्निश्चयप्रतिक्रमणं च भवति इत्युक्त म् ।
भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्गश्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि
वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च, एतत्र्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा
स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम्, एतदपि