૧૭૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ — [उत्तमार्थः] ઉત્તમાર્થ ( – ઉત્તમ પદાર્થ) [आत्मा] આત્મા છે. [तस्मिन्
स्थिताः] તેમાં સ્થિત [मुनिवराः] મુનિવરો [कर्म घ्नन्ति] કર્મને હણે છે. [तस्मात् तु] તેથી
[ध्यानम् एव] ધ્યાન જ [हि] ખરેખર [उत्तमार्थस्य] ઉત્તમાર્થનું [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે.
જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે, બેંતાલીસ આચાર્યો વડે, જેનું
નામ ઉત્તમાર્થપ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, દેહત્યાગ વ્યવહારથી ધર્મ
છે. નિશ્ચયથી — નવ અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે; સચ્ચિદાનંદમય કારણસમયસારસ્વરૂપ
એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણભીરુ છે; તેથી જ
તેઓ કર્મનો વિનાશ કરે છે. માટે અધ્યાત્મભાષાએ, પૂર્વોક્ત *ભેદકરણ વિનાનું, ધ્યાન અને
ધ્યેયના વિકલ્પો રહિત, નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી
અગોચર નિશ્ચય-પરમશુક્લધ્યાન જ નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ છે એમ જાણવું.
વળી, નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ સ્વાત્માશ્રિત એવાં નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચય-
શુક્લધ્યાનમય હોવાથી અમૃતકુંભસ્વરૂપ છે; વ્યવહાર-ઉત્તમાર્થપ્રતિક્રમણ વ્યવહારધર્મધ્યાનમય
હોવાથી વિષકુંભસ્વરૂપ છે.
उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता घ्नन्ति मुनिवराः कर्म ।
तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम् ।।9२।।
अत्र निश्चयोत्तमार्थप्रतिक्रमणस्वरूपमुक्त म् ।
इह हि जिनेश्वरमार्गे मुनीनां सल्लेखनासमये हि द्विचत्वारिंशद्भिराचार्यैर्दत्तोत्तमार्थ-
प्रतिक्रमणाभिधानेन देहत्यागो धर्मो व्यवहारेण । निश्चयेन नवार्थेषूत्तमार्थो ह्यात्मा तस्मिन्
सच्चिदानंदमयकारणसमयसारस्वरूपे तिष्ठन्ति ये तपोधनास्ते नित्यमरणभीरवः, अत एव
कर्मविनाशं कुर्वन्ति । तस्मादध्यात्मभाषयोक्त भेदकरणध्यानध्येयविकल्पविरहितनिरव-
शेषेणान्तर्मुखाकारसकलेन्द्रियागोचरनिश्चयपरमशुक्लध्यानमेव निश्चयोत्तमार्थप्रतिक्रमण-
मित्यवबोद्धव्यम् । किं च, निश्चयोत्तमार्थप्रतिक्रमणं स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान-
मयत्वादमृतकुंभस्वरूपं भवति, व्यवहारोत्तमार्थप्रतिक्रमणं व्यवहारधर्मध्यानमयत्वाद्विष-
कुंभस्वरूपं भवति ।
*ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે.