Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 173 of 380
PDF/HTML Page 202 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૩
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા,
ગર્હા અને શુદ્ધિએ આઠ પ્રકારનો વિષકુંભ છે.’’
વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની)
ટીકામાં (૧૮૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ત્યાં
અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા
થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી?’’
तथा चोक्तं समयसारे
‘‘पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य
णिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ।।’’
तथा चोक्तं समयसारव्याख्यायाम्
(वसंततिलका)
‘‘यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः
।।’’
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે
૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા
૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ
૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે
૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે
૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૭. ગર્હા = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે