Niyamsar (Gujarati). Shlok: 123 Gatha: 93.

< Previous Page   Next Page >


Page 174 of 380
PDF/HTML Page 203 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि
(मंदाक्रांता)
आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं
ध्यानध्येयप्रमुखसुतपःकल्पनामात्ररम्यम्
बुद्धवा धीमान् सहजपरमानन्दपीयूषपूरे
निर्मज्जन्तं सहजपरमात्मानमेकं प्रपेदे
।।१२३।।
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं
तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिकमणं ।।9।।
ध्याननिलीनः साधुः परित्यागं करोति सर्वदोषाणाम्
तस्मात्तु ध्यानमेव हि सर्वातिचारस्य प्रतिक्रमणम् ।।9।।

अत्र ध्यानमेकमुपादेयमित्युक्त म्

વળી (આ ૯૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થઃ] આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે, (અને) ધ્યાન-ધ્યેયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે;આવું જાણીને ધીમાન (બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતા (લીન થતા) એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે છે. ૧૨૩.

રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.

અન્વયાર્થઃ[ध्याननिलीनः] ધ્યાનમાં લીન [साधुः] સાધુ [सर्वदोषाणाम्] સર્વ દોષોનો [परित्यागं] પરિત્યાગ [करोति] કરે છે; [तस्मात् तु] તેથી [ध्यानम् एव] ધ્યાન [हि] ખરેખર [सर्वातिचारस्य] સર્વ અતિચારનું [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.

ટીકાઃઅહીં (આ ગાથામાં), ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું છે.

૧૭૪ ]