Niyamsar (Gujarati). Gatha: 124.

< Previous Page   Next Page >


Page 175 of 380
PDF/HTML Page 204 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૫

कश्चित् परमजिनयोगीश्वरः साधुः अत्यासन्नभव्यजीवः अध्यात्मभाषयोक्त - स्वात्माश्रितनिश्चयधर्मध्याननिलीनः निर्भेदरूपेण स्थितः, अथवा सकलक्रियाकांडाडंबर- व्यवहारनयात्मकभेदकरणध्यानध्येयविकल्पनिर्मुक्त निखिलकरणग्रामागोचरपरमतत्त्वशुद्धान्तस्तत्त्व- विषयभेदकल्पनानिरपेक्षनिश्चयशुक्लध्यानस्वरूपे तिष्ठति च, स च निरवशेषेणान्तर्मुखतया प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाणां परित्यागं करोति, तस्मात् स्वात्माश्रितनिश्चयधर्म- शुक्लध्यानद्वितयमेव सर्वातिचाराणां प्रतिक्रमणमिति

(अनुष्टुभ्)
शुक्लध्यानप्रदीपोऽयं यस्य चित्तालये बभौ
स योगी तस्य शुद्धात्मा प्रत्यक्षो भवति स्वयम् ।।१२४।।

જે કોઈ પરમજિનયોગીશ્વર સાધુઅતિ-આસન્નભવ્ય જીવ, અધ્યાત્મભાષાએ પૂર્વોક્ત સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાનમાં લીન થયો થકો અભેદરૂપે સ્થિત રહે છે, અથવા સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહારનયાત્મક ભેદકરણ તથા ધ્યાન-ધ્યેયના વિકલ્પ વિનાનું, સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર એવું જે પરમ તત્ત્વશુદ્ધ અંતઃતત્ત્વ, તે સંબંધી ભેદકલ્પનાથી નિરપેક્ષ નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપે સ્થિત રહે છે, તે (સાધુ) નિરવશેષપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો પરિત્યાગ કરે છે; તેથી (એમ સિદ્ધ થયું કે) સ્વાત્માશ્રિત એવાં જે નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાન, તે બે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે.

[હવે આ ૯૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] આ શુક્લધ્યાનરૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો, તે યોગી છે; તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. ૧૨૪.

૧. ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે. [સમસ્ત ભેદકરણધ્યાન-ધ્યેયના વિકલ્પ સુદ્ધાં વ્યવહારનયસ્વરૂપ છે.]

૨. નિરપેક્ષ = ઉદાસીન; નિઃસ્પૃહ; અપેક્ષા વિનાનું. [નિશ્ચયશુક્લધ્યાન શુદ્ધ અંતઃતત્ત્વ સંબંધી ભેદોની કલ્પનાથી પણ નિરપેક્ષ છે.]