પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને
ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪.
અન્વયાર્થઃ — [प्रतिक्रमणनामधेये] પ્રતિક્રમણ નામના [सूत्रे] સૂત્રમાં [यथा] જે
પ્રમાણે [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [वर्णितं] વર્ણવવામાં આવ્યું છે [तथा ज्ञात्वा] તે પ્રમાણે
જાણીને [यः] જે [भावयति] ભાવે છે, [तस्य] તેને [तदा] ત્યારે [प्रतिक्रमणम् भवति]
પ્રતિક્રમણ છે.
ટીકાઃ — અહીં, વ્યવહારપ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે (અર્થાત્ દ્રવ્યશ્રુતાત્મક
પ્રતિક્રમણસૂત્રમાં વર્ણવેલા પ્રતિક્રમણને સાંભળીને — જાણીને, સકળ સંયમની ભાવના
કરવી તે જ વ્યવહારપ્રતિક્રમણનું સફળપણું – સાર્થકપણું છે એમ આ ગાથામાં કહ્યું છે).
સમસ્ત આગમના સારાસારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમ જ ગુણસમૂહના
ધરનાર નિર્યાપક આચાર્યોએ જે પ્રમાણે દ્રવ્યશ્રુતરૂપ પ્રતિક્રમણનામક સૂત્રમાં પ્રતિક્રમણને અતિ
વિસ્તારથી વર્ણવ્યું છે, તે પ્રમાણે જાણીને જિનનીતિને અણઉલ્લંઘતો થકો જે સુંદરચારિત્રમૂર્તિ
મહામુનિ સકળ સંયમની ભાવના કરે છે, તે મહામુનિને — કે જે (મહામુનિ) બાહ્ય પ્રપંચથી
વિમુખ છે, પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુનાં ચરણોના
સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત છે, તેને — ત્યારે (તે કાળે) પ્રતિક્રમણ છે.
पडिकमणणामधेये सुत्ते जह वण्णिदं पडिक्कमणं ।
तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं ।।9४।।
प्रतिक्रमणनामधेये सूत्रे यथा वर्णितं प्रतिक्रमणम् ।
तथा ज्ञात्वा यो भावयति तस्य तदा भवति प्रतिक्रमणम् ।।9४।।
अत्र व्यवहारप्रतिक्रमणस्य सफलत्वमुक्त म् ।
यथा हि निर्यापकाचार्यैः समस्तागमसारासारविचारचारुचातुर्यगुणकदम्बकैः
प्रतिक्रमणाभिधानसूत्रे द्रव्यश्रुतरूपे व्यावर्णितमतिविस्तरेण प्रतिक्रमणं, तथा ज्ञात्वा
जिननीतिमलंघयन् चारुचरित्रमूर्तिः सकलसंयमभावनां करोति, तस्य महामुनेर्बाह्यप्रपंच-
विमुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमगुरुचरणस्मरणासक्त चित्तस्य तदा
प्रतिक्रमणं भवतीति ।
૧૭૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-