Niyamsar (Gujarati). Shlok: 125-126.

< Previous Page   Next Page >


Page 177 of 380
PDF/HTML Page 206 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૭
(इन्द्रवज्रा)
निर्यापकाचार्यनिरुक्ति युक्ता-
मुक्तिं सदाकर्ण्य च यस्य चित्तम्
समस्तचारित्रनिकेतनं स्यात
तस्मै नमः संयमधारिणेऽस्मै ।।१२५।।
(वसंततिलका)
यस्य प्रतिक्रमणमेव सदा मुमुक्षो-
र्नास्त्यप्रतिक्रमणमप्यणुमात्रमुच्चैः
तस्मै नमः सकलसंयमभूषणाय
श्रीवीरनन्दिमुनिनामधराय नित्यम्
।।१२६।।

इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रतिक्रमणाधिकारः पंचमः श्रुतस्कन्धः ।।

[હવે આ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] નિર્યાપક આચાર્યોની નિરુક્તિ (વ્યાખ્યા) સહિત (પ્રતિક્રમણાદિ સંબંધી) કથન સદા સાંભળીને જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન (ધામ) બને છે, તે આ સંયમધારીને નમસ્કાર હો. ૧૨૫.

[શ્લોકાર્થઃ] મુમુક્ષુ એવા જેમને (મોક્ષાર્થી એવા જે વીરનંદી મુનિને) સદા પ્રતિક્રમણ જ છે અને અણુમાત્ર પણ અપ્રતિક્રમણ બિલકુલ નથી, તે સકળસંયમરૂપી ભૂષણના ધરનાર શ્રી વીરનંદી નામના મુનિને નિત્ય નમસ્કાર હો. ૧૨૬.

આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) નિશ્ચય-પ્રતિક્રમણ અધિકાર નામનો પાંચમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

❑ ❑ ❑