अथेदानीं सकलप्रव्रज्यासाम्राज्यविजयवैजयन्तीपृथुलदंडमंडनायमानसकलकर्मनिर्जराहेतु- भूतनिःश्रेयसनिश्रेणीभूतमुक्ति भामिनीप्रथमदर्शनोपायनीभूतनिश्चयप्रत्याख्यानाधिकारः कथ्यते । तद्यथा —
अत्र सूत्रावतारः ।
હવે નીચે પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર કહેવામાં આવે છે — કે જે નિશ્ચય- પ્રત્યાખ્યાન સકળ પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્યની વિજય-ધજાના વિશાળ દંડની શોભા સમાન છે, સમસ્ત કર્મોની નિર્જરાના હેતુભૂત છે, મોક્ષની સીડી છે અને મુક્તિરૂપી સ્ત્રીના પ્રથમ દર્શનની ભેટ છે.
અહીં ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે.
અન્વયાર્થઃ — [सकलजल्पम्] સમસ્ત જલ્પને ( – વચનવિસ્તારને) [मुक्त्वा] છોડીને અને [अनागतशुभाशुभनिवारणं] અનાગત શુભ-અશુભનું નિવારણ [कृत्वा] કરીને [यः]