Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 179 of 380
PDF/HTML Page 208 of 409

 

નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર[ ૧૭૯

निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत

अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा दैनं दैनं पुनर्योग्यकालपर्यन्तं प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम् निश्चयनयतः प्रशस्ता- प्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभाव- कर्मणां संवरः प्रत्याख्यानम् यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति तस्य नित्यं प्रत्याख्यानं भवतीति

तथा चोक्तं समयसारे

‘‘सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं
तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्वं ।।’’

જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [भवेत] છે.

ટીકાઃઆ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.

અહીં એમ કહ્યું છે કેવ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન કરીને પછી યોગ્ય કાળ પર્યંત અન્ન, પાન, ખાદ્ય અને લેહ્યની રુચિ છોડે છે; આ વ્યવહાર-પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય પ્રત્યાખ્યાન છે.

એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે’ એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છેત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાત્ પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.’’

*પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ

*પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથીતે ભાવનાના સેવનની કૃપાથીભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.)