तं वंदेहं भवपरिभवक्लेशनाशाय नित्यम् ।।१२७।।
એવી રીતે સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૨૨૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે — ) ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને ( – ત્યાગીને), જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ ( – પોતાથી જ) નિરંતર વર્તું છું.’’
વળી (આ ૯૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભ- મલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જે સમ્યગ્દ્રષ્ટિ સમસ્ત કર્મ-નોકર્મના સમૂહને છોડે છે, તે સમ્યગ્જ્ઞાનની મૂર્તિને હંમેશાં પ્રત્યાખ્યાન છે અને તેને પાપસમૂહનો નાશ કરનારાં એવાં સત્- ચારિત્રો અતિશયપણે છે. ભવ-ભવના ક્લેશનો નાશ કરવા માટે તેને હું નિત્ય વંદું છું. ૧૨૭.
૧૮૦ ]