अनन्तचतुष्टयात्मकनिजात्मध्यानोपदेशोपन्यासोयम् ।
समस्तबाह्यप्रपंचवासनाविनिर्मुक्त स्य निरवशेषेणान्तर्मुखस्य परमतत्त्वज्ञानिनो जीवस्य शिक्षा प्रोक्ता । कथंकारम् ? साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण, शुद्ध- स्पर्शरसगंधवर्णानामाधारभूतशुद्धपुद्गलपरमाणुवत्केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्ति - युक्त परमात्मा यः सोहमिति भावना कर्तव्या ज्ञानिनेति; निश्चयेन सहजज्ञानस्वरूपोहम्, सहजदर्शनस्वरूपोहम्, सहजचारित्रस्वरूपोहम्, सहजच्छिक्ति स्वरूपोहम्, इति भावना कर्तव्या चेति —
तथा चोक्त मेकत्वसप्ततौ —
અન્વયાર્થઃ — [केवलज्ञानस्वभावः] કેવળજ્ઞાનસ્વભાવી, [केवलदर्शनस्वभावः] કેવળ- દર્શનસ્વભાવી, [सुखमयः] સુખમય અને [केवलशक्ति स्वभावः] કેવળશક્તિસ્વભાવી [सः अहम्] તે હું છું — [इति] એમ [ज्ञानी] જ્ઞાની [चिंतयेत्] ચિંતવે છે.
ટીકાઃ — આ, અનંતચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે.
સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ પરમતત્ત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. કયા પ્રકારે? આ પ્રકારેઃ — સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂતવ્યવહારથી, શુદ્ધ સ્પર્શ-રસ-ગંધ-વર્ણના આધારભૂત શુદ્ધ પુદ્ગલ-પરમાણુની માફક, જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી; અને નિશ્ચયથી, હું સહજજ્ઞાનસ્વરૂપ છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું સહજચારિત્રસ્વરૂપ છું અને હું સહજચિત્શક્તિસ્વરૂપ છું એમ ભાવના કરવી.
એવી રીતે એકત્વસપ્તતિમાં ( – શ્રી પદ્મનંદી-આચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —