૧૮૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘केवलज्ञानद्रक्सौख्यस्वभावं तत्परं महः ।
तत्र ज्ञाते न किं ज्ञातं द्रष्टे द्रष्टं श्रुते श्रुतम् ।।’’
तथा हि —
(मालिनी)
जयति स परमात्मा केवलज्ञानमूर्तिः
सकलविमलद्रष्टिः शाश्वतानंदरूपः ।
सहजपरमचिच्छक्त्यात्मकः शाश्वतोयं
निखिलमुनिजनानां चित्तपंकेजहंसः ।।१२८।।
णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केइं ।
जाणदि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ।।9७।।
निजभावं नापि मुंचति परभावं नैव गृह्णाति कमपि ।
जानाति पश्यति सर्वं सोहमिति चिंतयेद् ज्ञानी ।।9७।।
‘‘[શ્લોકાર્થઃ — ] તે પરમ તેજ કેવળજ્ઞાન, કેવળદર્શન અને કેવળસૌખ્યસ્વભાવી છે.
તે જાણતાં શું ન જાણ્યું? તે દેખતાં શું ન દેખ્યું? તેનું શ્રવણ કરતાં શું ન શ્રવણ કર્યું?’’
વળી (આ ૯૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભ-
મલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] સમસ્ત મુનિજનોના હૃદયકમળનો હંસ એવો જે આ શાશ્વત,
કેવળજ્ઞાનની મૂર્તિરૂપ, સકળવિમળ દ્રષ્ટિમય ( – સર્વથા નિર્મળ દર્શનમય), શાશ્વત આનંદરૂપ,
સહજ પરમ ચૈતન્યશક્તિમય પરમાત્મા તે જયવંત છે. ૧૨૮.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હું — એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અન્વયાર્થઃ — [निजभावं] જે નિજભાવને [न अपि मुंचति] છોડતો નથી, [कम्
अपि परभावं] કાંઈ પણ પરભાવને [न एव गृह्णाति] ગ્રહતો નથી, [सर्वं] સર્વને [जानाति