કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૩
अत्र परमभावनाभिमुखस्य ज्ञानिनः शिक्षणमुक्त म् ।
यस्तु कारणपरमात्मा सकलदुरितवीरवैरिसेनाविजयवैजयन्तीलुंटाकं त्रिकाल-
निरावरणनिरंजननिजपरमभावं क्वचिदपि नापि मुंचति, पंचविधसंसारप्रवृद्धिकारणं
विभावपुद्गलद्रव्यसंयोगसंजातं रागादिपरभावं नैव गृह्णाति, निश्चयेन निजनिरावरणपरम-
बोधेन निरंजनसहजज्ञानसहजद्रष्टिसहजशीलादिस्वभावधर्माणामाधाराधेयविकल्पनिर्मुक्त मपि
सदामुक्तं सहजमुक्ति भामिनीसंभोगसंभवपरतानिलयं कारणपरमात्मानं जानाति, तथाविध-
सहजावलोकेन पश्यति च, स च कारणसमयसारोहमिति भावना सदा कर्तव्या
सम्यग्ज्ञानिभिरिति ।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः —
पश्यति] જાણે-દેખે છે, [सः अहम्] તે હું છું — [इति] એમ [ज्ञानी] જ્ઞાની [चिंतयेत्]
ચિંતવે છે.
ટીકાઃ — અહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે.
જે કારણપરમાત્મા (૧) સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુસેનાની વિજય-ધજાને
લૂંટનારા, ત્રિકાળ-નિરાવરણ, નિરંજન, નિજ પરમભાવને ક્યારેય છોડતો નથી; (૨)
પંચવિધ ( – પાંચ પરાવર્તનરૂપ) સંસારની વૃદ્ધિના કારણભૂત, ૧વિભાવપુદ્ગલદ્રવ્યના
સંયોગથી જનિત રાગાદિપરભાવને ગ્રહતો નથી; અને (૩) નિરંજન સહજજ્ઞાન-
સહજદ્રષ્ટિ-સહજચારિત્રાદિ સ્વભાવધર્મોના આધાર-આધેય સંબંધી વિકલ્પો રહિત, સદા
મુક્ત તથા સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત — એવા
૨કારણપરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમજ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના
સહજ અવલોકન વડે ( – સહજ નિજ નિરાવરણ પરમદર્શન વડે) દેખે છે; તે
કારણસમયસાર હું છું — એમ સમ્યગ્જ્ઞાનીઓએ સદા ભાવના કરવી.
એવી રીતે શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે
કેઃ —
૧. રાગાદિપરભાવની ઉત્પત્તિમાં પુદ્ગલકર્મ નિમિત્ત બને છે.
૨. કારણપરમાત્મા ‘પોતે આધાર છે અને સ્વભાવધર્મો આધેય છે’ એવા વિકલ્પો વિનાનો છે, સદા
મુક્ત છે અને મુક્તિસુખનું રહેઠાણ છે.