Niyamsar (Gujarati). Shlok: 129-130.

< Previous Page   Next Page >


Page 184 of 380
PDF/HTML Page 213 of 409

 

background image
૧૮૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति
जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।’’
तथा हि
(वसंततिलका)
आत्मानमात्मनि निजात्मगुणाढयमात्मा
जानाति पश्यति च पंचमभावमेकम्
तत्याज नैव सहजं परभावमन्यं
गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम्
।।१२9।।
(शार्दूलविक्रीडित)
मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणा-
वन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम्
तच्चित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे
देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने
।।१३०।।
‘‘[શ્લોકાર્થઃ] જે અગ્રાહ્યને (નહિ ગ્રહવાયોગ્યને) ગ્રહતું નથી તેમ જ ગૃહીતને
(ગ્રહેલાને, શાશ્વત સ્વભાવને) છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય (તત્ત્વ)
હું છું.’’
વળી (આ ૯૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માનેએક
પંચમભાવનેજાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ
અને અન્ય એવા પરભાવનેકે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેનેએ ગ્રહતો નથી
જ. ૧૨૯.
[શ્લોકાર્થઃ] અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે
છોડીને, વિશુદ્ધ-પૂર્ણ-સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ.
વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ; (૨) શરીર.