કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૫
(शार्दूलविक्रीडित)
निर्द्वन्द्वं निरुपद्रवं निरुपमं नित्यं निजात्मोद्भवं
नान्यद्रव्यविभावनोद्भवमिदं शर्मामृतं निर्मलम् ।
पीत्वा यः सुकृतात्मकः सुकृतमप्येतद्विहायाधुना
प्राप्नोति स्फु टमद्वितीयमतुलं चिन्मात्रचिंतामणिम् ।।१३१।।
(आर्या)
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात् ।
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।।१३२।।
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं वज्जिदो अप्पा ।
सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ।।9८।।
મારામાં — ચૈતન્યમાત્ર-ચિંતામણિમાં — નિરંતર લાગ્યું છે તેમાં આશ્ચર્ય નથી, કારણ કે
અમૃતભોજનજનિત સ્વાદને જાણીને દેવોને અન્ય ભોજનથી શું પ્રયોજન છે? (જેમ
અમૃતભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક
સૌખ્યને જાણીને અમારું દિલ તે સૌખ્યના નિધાન ચૈતન્યમાત્ર-ચિંતામણિ સિવાય બીજે
ક્યાંય લાગતું નથી.) ૧૩૦.
[શ્લોકાર્થઃ — ] દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિત્ય, નિજ આત્માથી
ઉત્પન્ન થતા, અન્ય દ્રવ્યની વિભાવનાથી ( – અન્ય દ્રવ્યો સંબંધી વિકલ્પો કરવાથી) નહિ
ઉત્પન્ન થતા — એવા આ નિર્મળ સુખામૃતને પીને ( – એ સુખામૃતના સ્વાદ પાસે સુકૃત પણ
દુઃખરૂપ લાગવાથી), જે જીવ ૧સુકૃતાત્મક છે તે હવે એ સુકૃતને પણ છોડીને અદ્વિતીય અતુલ
ચૈતન્યમાત્ર-ચિંતામણિને સ્ફુટપણે ( – પ્રગટપણે) પ્રાપ્ત કરે છે. ૧૩૧.
[શ્લોકાર્થઃ — ] ગુરુચરણોના ૨સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો
કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે? ૧૩૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભાગબંધ વિરહિત જીવ જે
છું તે જ હું – ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
૧સુકૃતાત્મક = સુકૃતવાળો; શુભકૃત્યવાળો; પુણ્યકર્મવાળો; શુભ ભાવવાળો.
૨સમર્ચન = સમ્યક્ અર્ચન; સમ્યક્ પૂજન; સમ્યક્ ભક્તિ.