૧૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैर्विवर्जित आत्मा ।
सोहमिति चिंतयन् तत्रैव च करोति स्थिरभावम् ।।9८।।
अत्र बन्धनिर्मुक्त मात्मानं भावयेदिति भव्यस्य शिक्षणमुक्त म् ।
शुभाशुभमनोवाक्कायकर्मभिः प्रकृतिप्रदेशबंधौ स्याताम्; चतुर्भिः कषायैः
स्थित्यनुभागबन्धौ स्तः; एभिश्चतुर्भिर्बन्धैर्निर्मुक्त : सदानिरुपाधिस्वरूपो ह्यात्मा सोहमिति
सम्यग्ज्ञानिना निरन्तरं भावना कर्तव्येति ।
(मंदाक्रांता)
प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं
संग्राह्यं तैर्निरुपममिदं मुक्ति साम्राज्यमूलम् ।
तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमात्रे ।।१३३।।
અન્વયાર્થઃ — [प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः विवर्जितः] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુ-
ભાગબંધ અને પ્રદેશબંધ રહિત [आत्मा] જે આત્મા [सः अहम्] તે હું છું — [इति]
એમ [चिंतयन्] ચિંતવતો થકો, (જ્ઞાની) [तत्र एव च] તેમાં જ [स्थिरभावं करोति]
સ્થિરભાવ કરે છે.
ટીકાઃ — અહીં ( – આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવો — એમ ભવ્યને
શિખામણ દીધી છે.
શુભાશુભ મનવચનકાયસંબંધી કર્મોથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે; ચાર
કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે; આ ચાર બંધો રહિત સદા
નિરુપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું — એમ સમ્યગ્જ્ઞાનીએ નિરંતર ભાવના કરવી.
[હવે આ ૯૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરુપમ, સહજ-
પરમાનંદવાળા ચિદ્રૂપને ( – ચૈતન્યના સ્વરૂપને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક્ પ્રકારે ગ્રહવું
યોગ્ય છે; તેથી, હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે
આ ચૈતન્યચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર. ૧૩૩.