Niyamsar (Gujarati). Gatha: 99.

< Previous Page   Next Page >


Page 187 of 380
PDF/HTML Page 216 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૭
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो
आलंबणं च मे आदा अवसेसं च वोसरे ।।9 9।।
ममत्वं परिवर्जयामि निर्ममत्वमुपस्थितः
आलम्बनं च मे आत्मा अवशेषं च विसृजामि ।।9 9।।
अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्त :
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि परमो-
पेक्षालक्षणलक्षिते निर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य च संसृति-
पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯.
અન્વયાર્થઃ[ममत्वं] હું મમત્વને [परिवर्जयामि] પરિવર્જું છું અને [निर्ममत्वम्]
નિર્મમત્વમાં [उपस्थितः] સ્થિત રહું છું; [आत्मा] આત્મા [मे] મારું [आलम्बनं च] આલંબન
છે [अवशेषं च] અને બાકીનું [विसृजामि] હું તજું છું.
ટીકાઃઅહીં સકળ વિભાવના સંન્યાસની (ત્યાગની) વિધિ કહી છે.
સુંદર કામિની, કાંચન વગેરે સમસ્ત પરદ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રત્યે મમકારને હું તજું
છું. પરમોપેક્ષાલક્ષણથી લક્ષિત નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને
અવલંબીને, સંસૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન સુખદુઃખાદિ અનેક વિભાવરૂપ પરિણતિને
હું પરિહરું છું.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. કાંચન = સુવર્ણ; ધન.
૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.)
૩. સંસૃતિ = સંસાર.