૧૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शिखरिणी)
‘‘निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः संत्यशरणाः ।
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विंदंत्येते परमममृतं तत्र निरताः ।।’’
तथा हि —
(मालिनी)
अथ नियतमनोवाक्कायकृत्स्नेन्द्रियेच्छो
भववनधिसमुत्थं मोहयादःसमूहम् ।
कनकयुवतिवांच्छामप्यहं सर्वशक्त्या
प्रबलतरविशुद्धध्यानमय्या त्यजामि ।।१३४।।
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य ।
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ।।१००।।
‘‘[શ્લોકાર્થઃ — ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ — એવા
સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, મુનિઓ કાંઈ
અશરણ નથી; (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં
આચરણ કરતું — રમણ કરતું — પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં
લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે — આસ્વાદે છે.’’
વળી (આ ૯૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] મન-વચન-કાયા સંબંધી અને સમસ્ત ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાનું જેણે
*નિયંત્રણ કર્યું છે એવો હું હવે ભવસાગરમાં ઉત્પન્ન થતા મોહરૂપી જળચર પ્રાણીઓના સમૂહને
તેમ જ કનક અને યુવતીની વાંછાને અતિપ્રબળ-વિશુદ્ધધ્યાનમયી સર્વ શક્તિથી તજું છું. ૧૩૪.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦.
* નિયંત્રણ કરવું = સંયમન કરવું; કાબૂ મેળવવો.