Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 189 of 380
PDF/HTML Page 218 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૯
आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च
आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे ।।१००।।
अत्र सर्वत्रात्मोपादेय इत्युक्त :
अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजसौख्यात्मा ह्यात्मा स खलु सहज-
शुद्धज्ञानचेतनापरिणतस्य मम सम्यग्ज्ञाने च, स च प्रांचितपरमपंचमगतिप्राप्तिहेतुभूतपंचम-
भावभावनापरिणतस्य मम सहजसम्यग्दर्शनविषये च, साक्षान्निर्वाणप्राप्त्युपायस्वस्वरूपा-
विचलस्थितिरूपसहजपरमचारित्रपरिणतेर्मम सहजचारित्रेऽपि स परमात्मा सदा संनिहितश्च, स
चात्मा सदासन्नस्थः शुभाशुभपुण्यपापसुखदुःखानां षण्णां सकलसंन्यासात्मकनिश्चयप्रत्याख्याने
च मम भेदविज्ञानिनः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य, मम
सहजवैराग्यप्रासादशिखरशिखामणेः स्वरूपगुप्तस्य पापाटवीपावकस्य शुभाशुभसंवरयोश्च,
અન્વયાર્થઃ[खलु] ખરેખર [मम ज्ञाने] મારા જ્ઞાનમાં [आत्मा] આત્મા છે, [मे
दर्शने] મારા દર્શનમાં [च] તથા [चरित्रे] ચારિત્રમાં [आत्मा] આત્મા છે, [प्रत्याख्याने] મારા
પ્રત્યાખ્યાનમાં [आत्मा] આત્મા છે, [मे संवरे योगे] મારા સંવરમાં તથા યોગમાં
(શુદ્ધોપયોગમાં) [आत्मा] આત્મા છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય (ગ્રહણ કરવાયોગ્ય) છે
એમ કહ્યું છે.
આત્મા ખરેખર અનાદિ-અનંત, અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળો, શુદ્ધ, સહજસૌખ્યાત્મક
છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો જે હું તેના (અર્થાત્ મારા) સમ્યગ્જ્ઞાનમાં ખરેખર
તે (આત્મા) છે; પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમભાવની ભાવનારૂપે
પરિણમેલો જે હું તેના સહજ સમ્યગ્દર્શનવિષયે (અર્થાત
્ મારા સહજ સમ્યગ્દર્શનમાં) તે
(આત્મા) છે; સાક્ષાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયભૂત, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ-
પરમચારિત્રપરિણતિવાળો જે હું તેના (અર્થાત્ મારા) સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા
સદા સંનિહિત (-નિકટ) છે; ભેદવિજ્ઞાની, પરદ્રવ્યથી પરાઙ્મુખ અને પંચેંદ્રિયના ફેલાવ રહિત
દેહમાત્રપરિગ્રહવાળો જે હું તેના નિશ્ચયપ્રત્યાખ્યાનમાં
કે જે (નિશ્ચયપ્રત્યાખ્યાન) શુભ,
અશુભ, પુણ્ય, પાપ, સુખ અને દુઃખ એ છના સકળસંન્યાસસ્વરૂપ છે (અર્થાત્ એ છ
વસ્તુઓના સંપૂર્ણ ત્યાગસ્વરૂપ છે) તેમાંતે આત્મા સદા આસન્ન (-નિકટ) રહેલો છે;
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ, સ્વરૂપગુપ્ત અને પાપરૂપી અટવીને બાળવા