૧૯૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अशुभोपयोगपराङ्मुखस्य शुभोपयोगेऽप्युदासीनपरस्य साक्षाच्छुद्धोपयोगाभिमुखस्य मम
परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुद्धोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभाव-
त्वात्तिष्ठति ।
तथा चोक्त मेकत्वसप्ततौ —
(अनुष्टुभ्)
‘‘तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम् ।
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ।।
(अनुष्टुभ्)
नमस्यं च तदेवैकं तदेवैकं च मंगलम् ।
उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।
(अनुष्टुभ्)
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया ।
स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः ।।’’
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે પરમાત્મા છે), તથા અશુભોપયોગથી
પરાઙ્મુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત્ શુદ્ધોપયોગની સંમુખ જે
હું — પરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ — તેના શુદ્ધોપયોગમાં પણ
તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં ( – શ્રી પદ્મનંદી-આચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિકાના
એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] તે જ એક ( – તે ચૈતન્યજ્યોતિ જ એક) પરમ જ્ઞાન છે, તે જ
એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે.
[શ્લોકાર્થઃ — ] સત્પુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે,
તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[શ્લોકાર્થઃ — ] અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા
છે અને તે જ એક સ્વાધ્યાય છે.’’