न च न च भुवि कोऽप्यन्योस्ति मुक्त्यै पदार्थः ।।१३५।।
क्वचित्पुनरनिर्मलं गहनमेवमज्ञस्य यत् ।
सतां हृदयपद्मसद्मनि च संस्थितं निश्चलम् ।।१३६।।
વળી (આ ૧૦૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મદ્વંદ્વના સંન્યાસકાળમાં (અર્થાત્ પ્રત્યાખ્યાનમાં), સંવરમાં અને શુદ્ધ યોગમાં ( – શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રય – અવલંબન શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૧૩૫.
[શ્લોકાર્થઃ — ] જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે, તે જ — કે જેણે નિજજ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે (આત્મતત્ત્વ) જ — સત્પુરુષોના હૃદયકમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. ૧૩૬.