૧૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एकश्च म्रियते जीवः एकश्च जीवति स्वयम् ।
एकस्य जायते मरणं एकः सिध्यति नीरजाः ।।१०१।।
इह हि संसारावस्थायां मुक्तौ च निःसहायो जीव इत्युक्त : ।
नित्यमरणे तद्भवमरणे च सहायमन्तरेण व्यवहारतश्चैक एव म्रियते; सादि-
सनिधनमूर्तिविजातीयविभावव्यंजननरनारकादिपर्यायोत्पत्तौ चासन्नगतानुपचरितासद्भूतव्यवहार-
नयादेशेन स्वयमेवोज्जीवत्येव । सर्वैर्बंधुभिः परिरक्ष्यमाणस्यापि महाबलपराक्रमस्यैकस्य
जीवस्याप्रार्थितमपि स्वयमेव जायते मरणम्; एक एव परमगुरुप्रसादासादितस्वात्माश्रय-
निश्चयशुक्लध्यानबलेन स्वात्मानं ध्यात्वा नीरजाः सन् सद्यो निर्वाति ।
तथा चोक्त म् —
અન્વયાર્થઃ — [जीवः एकः च] જીવ એકલો [म्रियते] મરે છે [च] અને
[स्वयम् एकः] સ્વયં એકલો [जीवति] જન્મે છે; [एकस्य] એકલાનું [मरणं जायते]
મરણ થાય છે અને [एकः] એકલો [नीरजाः] રજ રહિત થયો થકો [सिध्यति] સિદ્ધ
થાય છે.
ટીકાઃ — અહીં ( – આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય
છે એમ કહ્યું છે.
નિત્ય મરણમાં (અર્થાત્ સમયે સમયે થતાં આયુકર્મના નિષેકોના ક્ષયમાં) અને તે
ભવ સંબંધી મરણમાં, (બીજા કોઈની) સહાય વિના વ્યવહારથી (જીવ) એકલો જ મરે
છે; તથા સાદિ-સાંત મૂર્તિક વિજાતીયવિભાવવ્યંજનપર્યાયરૂપ નરનારકાદિપર્યાયોની
ઉત્પત્તિમાં, આસન્ન-અનુપચરિત-અસદ્ભૂત-વ્યવહારનયના કથનથી (જીવ એકલો જ)
સ્વયમેવ જન્મે છે. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ, મહાબળ-
પરાક્રમવાળા જીવનું એકલાનું જ, અનિચ્છિત હોવા છતાં, સ્વયમેવ મરણ થાય છે;
(જીવ) એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાત્માશ્રિત નિશ્ચયશુક્લધ્યાનના બળે
નિજ આત્માને ધ્યાઈને રજ રહિત થયો થકો શીઘ્ર નિર્વાણ પામે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —