કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૩
(अनुष्टुभ्)
‘‘स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते ।
स्वयं भ्रमति संसारे स्वयं तस्माद्विमुच्यते ।।’’
उक्तं च श्रीसोमदेवपंडितदेवैः —
(वसंततिलका)
‘‘एकस्त्वमाविशसि जन्मनि संक्षये च
भोक्तुं स्वयं स्वकृतकर्मफलानुबन्धम् ।
अन्यो न जातु सुखदुःखविधौ सहायः
स्वाजीवनाय मिलितं विटपेटकं ते ।।’’
तथा हि —
(मंदाक्रांता)
एको याति प्रबलदुरघाज्जन्म मृत्युं च जीवः
कर्मद्वन्द्वोद्भवफलमयं चारुसौख्यं च दुःखम् ।
भूयो भुंक्ते स्वसुखविमुखः सन् सदा तीव्रमोहा-
देकं तत्त्वं किमपि गुरुतः प्राप्य तिष्ठत्यमुष्मिन् ।।१३७।।
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મા સ્વયં કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં
સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે.’’
વળી શ્રી સોમદેવપંડિતદેવે (યશસ્તિલકચંપૂકાવ્યમાં બીજા અધિકારની અંદર
એકત્વાનુપ્રેક્ષા વર્ણવતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો
જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રીપુત્રમિત્રાદિક) સુખદુઃખના પ્રકારોમાં
બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે
સ્ત્રીપુત્રમિત્રાદિક) ધુતારાઓની ટોળી તને મળી છે.’’
વળી (આ ૧૦૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે; જીવ
એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો કર્મદ્વંદ્વજનિત ફળમય ( – શુભ