सहजपरमचिच्चिन्तामणिर्नित्यशुद्धः ।
आत्मगतदोषनिर्मुक्त्युपायकथनमिदम् । રહે છે; જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય-અભ્યંતર પરિગ્રહો, તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે. — આમ મારો નિશ્ચય છે.
[હવે આ ૧૦૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] અહો! મારો પરમાત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? ૧૩૮.
અન્વયાર્થઃ — [मे] મારું [यत् किंचित्] જે કાંઈ પણ [दुश्चरित्रं] દુઃચારિત્ર [सर्वं] તે સર્વને હું [त्रिविधेन] ત્રિવિધે (મન-વચન-કાયાથી) [विसृजामि] તજું છું [तु] અને [त्रिविधं सामायिकं] ત્રિવિધ જે સામાયિક ( – ચારિત્ર) [सर्वं] તે સર્વને [निराकारं करोमि] નિરાકાર ( – નિર્વિકલ્પ) કરું છું.
ટીકાઃ — આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.