૧૯૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भेदविज्ञानिनोऽपि मम परमतपोधनस्य पूर्वसंचितकर्मोदयबलाच्चारित्रमोहोदये
सति यत्किंचिदपि दुश्चरित्रं भवति चेत्तत् सर्वं मनोवाक्कायसंशुद्धया संत्यजामि ।
सामायिकशब्देन तावच्चारित्रमुक्तं सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धयभिधानभेदात्त्रि-
विधम् । अथवा जघन्यरत्नत्रयमुत्कृष्टं करोमि; नवपदार्थपरद्रव्यश्रद्धानपरिज्ञानाचरण-
स्वरूपं रत्नत्रयं साकारं, तत् स्वस्वरूपश्रद्धानपरिज्ञानानुष्ठानरूपस्वभावरत्नत्रय-
स्वीकारेण निराकारं शुद्धं करोमि इत्यर्थः । किं च, भेदोपचारचारित्रम् अभेदोपचारं
करोमि, अभेदोपचारम् अभेदानुपचारं करोमि इति त्रिविधं सामायिकमुत्तरोत्तर-
स्वीकारेण सहजपरमतत्त्वाविचलस्थितिरूपसहजनिश्चयचारित्रं, निराकारतत्त्वनिरतत्वान्निराकार-
चारित्रमिति ।
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम् —
મને પરમ-તપોધનને, ભેદવિજ્ઞાની હોવા છતાં, પૂર્વસંચિત કર્મના ઉદયને લીધે
ચારિત્રમોહનો ઉદય હોતાં જો કાંઈ પણ દુઃચારિત્ર હોય, તો તે સર્વને મન-વચન-
કાયાની સંશુદ્ધિથી હું સમ્યક્ પ્રકારે તજું છું. ‘સામાયિક’ શબ્દથી ચારિત્ર કહ્યું છે —
કે જે (ચારિત્ર) સામાયિક, છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ નામના ત્રણ ભેદોને
લીધે ત્રણ પ્રકારનું છે. (હું તે ચારિત્રને નિરાકાર કરું છું.) અથવા હું જઘન્ય
રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું; નવ પદાર્થરૂપ પરદ્રવ્યનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણસ્વરૂપ
રત્નત્રય સાકાર ( – સવિકલ્પ) છે, તેને નિજ સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ
સ્વભાવરત્નત્રયના સ્વીકાર ( – અંગીકાર) વડે નિરાકાર – શુદ્ધ કરું છું, એમ અર્થ છે.
વળી (બીજી રીતે કહીએ તો), હું ભેદોપચાર ચારિત્રને અભેદોપચાર કરું છું અને
અભેદોપચાર ચારિત્રને અભેદાનુપચાર કરું છું — એમ ત્રિવિધ સામાયિકને ( – ચારિત્રને)
ઉત્તરોત્તર સ્વીકૃત (અંગીકૃત) કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ
નિશ્ચયચારિત્ર હોય છે — કે જે (નિશ્ચયચારિત્ર) નિરાકાર તત્ત્વમાં લીન હોવાથી
નિરાકાર ચારિત્ર છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની)
ટીકામાં (૧૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —