Niyamsar (Gujarati). Shlok: 139 Gatha: 104.

< Previous Page   Next Page >


Page 197 of 380
PDF/HTML Page 226 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૭
(वसंततिलका)
‘‘द्रव्यानुसारि चरणं चरणानुसारि
द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्
तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्गं
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य
।।’’
तथा हि
(अनुष्टुभ्)
चित्तत्त्वभावनासक्त मतयो यतयो यमम्
यतंते यातनाशीलयमनाशनकारणम् ।।१३9।।
सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि
आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए ।।१०४।।
साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित
आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते ।।१०४।।
‘‘[શ્લોકાર્થઃ] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય
છેએ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષાસહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને
અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.’’
વળી (આ ૧૦૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે
એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે)કે જે
યમ (સંયમ) યાતનાશીલ યમના (દુઃખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અન્વયાર્થઃ[सर्वभूतेषु] સર્વ જીવો પ્રત્યે [मे] મને [साम्यं] સમતા છે, [मह्यं]