Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 198 of 380
PDF/HTML Page 227 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता

विमुक्त सकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्र- परिणतेरभावान्न मे केनचिज्जनेन सह वैरम्; सहजवैराग्यपरिणतेः न मे काप्याशा विद्यते; परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति

तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः

(वसंततिलका)
‘‘मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः
स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम्
संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्ण-
मज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि
।।’’

तथा हि મારે [केनचित] કોઈ સાથે [वैरं न] વેર નથી; [नूनम्] ખરેખર [आशाम् उत्सृज्य] આશાને છોડીને [समाधिः प्रतिपद्यते] હું સમાધિને પ્રાપ્ત કરું છું.

ટીકાઃઅહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન છે.

જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે; મિત્ર-અમિત્રરૂપ (મિત્રરૂપ કે શત્રુરૂપ) પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું (અર્થાત્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું).

એવી રીતે શ્રી યોગીંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] હે ભાઈ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને, ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ સમ્યગ્જ્ઞાનરૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કર.’’

વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ

૧૯૮ ]