કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૯
(वसंततिलका)
मुक्त्यङ्गनालिमपुनर्भवसौख्यमूलं
दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम् ।
संभावयामि समतामहमुच्चकैस्तां
या संमता भवति संयमिनामजस्रम् ।।१४०।।
(हरिणी)
जयति समता नित्यं या योगिनामपि दुर्लभा
निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा ।
परमयमिनां प्रव्रज्यास्त्रीमनःप्रियमैत्रिका
मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि ।।१४१।।
णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो ।
संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे ।।१०५।।
निःकषायस्य दान्तस्य शूरस्य व्यवसायिनः ।
संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत् ।।१०५।।
[શ્લોકાર્થઃ — ] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસૌખ્યનું મૂળ છે, જે
દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને
નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦.
[શ્લોકાર્થઃ — ] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં
ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના
મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે
આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧.
અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
અન્વયાર્થઃ — [निःकषायस्य] જે નિઃકષાય છે, [दान्तस्य] *દાન્ત છે, [शूरस्य]
શૂરવીર છે, [व्यवसायिनः] વ્યવસાયી ( – શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [संसारभयभीतस्य]
*દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી.