૨૦૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चयप्रत्याख्यानयोग्यजीवस्वरूपाख्यानमेतत् ।
सकलकषायकलंकपंकविमुक्त स्य निखिलेन्द्रियव्यापारविजयोपार्जितपरमदान्त-
रूपस्य अखिलपरीषहमहाभटविजयोपार्जितनिजशूरगुणस्य निश्चयपरमतपश्चरणनिरत-
शुद्धभावस्य संसारदुःखभीतस्य व्यवहारेण चतुराहारविवर्जनप्रत्याख्यानम् । किं च
पुनः व्यवहारप्रत्याख्यानं कुद्रष्टेरपि पुरुषस्य चारित्रमोहोदयहेतुभूतद्रव्यभावकर्म-
क्षयोपशमेन क्वचित् कदाचित् संभवति । अत एव निश्चयप्रत्याख्यानं हितम् अत्यासन्न-
भव्यजीवानाम्; यतः स्वर्णनामधेयधरस्य पाषाणस्योपादेयत्वं न तथांधपाषाणस्येति । ततः
संसारशरीरभोगनिर्वेगता निश्चयप्रत्याख्यानस्य कारणं, पुनर्भाविकाले संभाविनां
निखिलमोहरागद्वेषादिविविधविभावानां परिहारः परमार्थप्रत्याख्यानम्, अथवानागतकालोद्भव-
સંસારથી ભયભીત છે, તેને [सुखं प्रत्याख्यानं] સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચય-
પ્રત્યાખ્યાન) [भवेत्] હોય છે.
ટીકાઃ — જે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ
કથન છે.
જે સમસ્ત કષાયકલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર
વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાન્તરૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિષહરૂપી મહા
સુભટોને જીત્યા હોવાથી જેણે નિજ શૂરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચય-પરમ-તપશ્ચરણમાં
૧નિરત એવો શુદ્ધભાવ જેને વર્તે છે અને જે સંસારદુઃખથી ભયભીત છે, તેને (યથોચિત
શુદ્ધતા સહિત) વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. પરંતુ (શુદ્ધતા
વિનાનું) વ્યવહારપ્રત્યાખ્યાન તો કુદ્રષ્ટિ ( – મિથ્યાત્વી) પુરુષને પણ ચારિત્રમોહના ઉદયના
હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મના ક્ષયોપશમ વડે ક્વચિત્ કદાચિત્ સંભવે છે. તેથી જ
નિશ્ચયપ્રત્યાખ્યાન અતિ-આસન્નભવ્ય જીવોને હિતરૂપ છે; કારણ કે જેમ ૨સુવર્ણપાષાણ
નામનો પાષાણ ઉપાદેય છે તેમ અંધપાષાણ નથી. માટે (યથોચિત્ શુદ્ધતા સહિત) સંસાર
અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા નિશ્ચયપ્રત્યાખ્યાનનું કારણ છે અને ભવિષ્ય કાળે
થનારા સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે
૧. નિરત = રત; તત્પર; પરાયણ; લીન.
૨. જે પાષાણમાં સુવર્ણ હોય છે તેને સુવર્ણપાષાણ કહે છે અને જે પાષાણમાં સુવર્ણ હોતું નથી તેને
અંધપાષાણ કહે છે.