કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૨૦૧
विविधान्तर्जल्पपरित्यागः शुद्धनिश्चयप्रत्याख्यानम् इति ।
(हरिणी)
जयति सततं प्रत्याख्यानं जिनेन्द्रमतोद्भवं
परमयमिनामेतन्निर्वाणसौख्यकरं परम् ।
सहजसमतादेवीसत्कर्णभूषणमुच्चकैः
मुनिप शृणु ते दीक्षाकान्तातियौवनकारणम् ।।१४२।।
एवं भेदब्भासं जो कुव्वइ जीवकम्मणो णिच्चं ।
पच्चक्खाणं सक्कदि धरिदुं सो संजदो णियमा ।।१०६।।
एवं भेदाभ्यासं यः करोति जीवकर्मणोः नित्यम् ।
प्रत्याख्यानं शक्तो धर्तुं स संयतो नियमात् ।।१०६।।
निश्चयप्रत्याख्यानाध्यायोपसंहारोपन्यासोयम् ।
અથવા અનાગત કાળે ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પોનો ( – વિકલ્પોનો) પરિત્યાગ તે
શુદ્ધ નિશ્ચયપ્રત્યાખ્યાન છે.
[હવે આ ૧૦૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] હે મુનિવર! સાંભળ; જિનેંદ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન
સતત જયવંત છે. તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણસુખનું કરનારું છે,
સહજ સમતાદેવીના સુંદર કર્ણનું મહા આભૂષણ છે અને તારી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીના અતિશય
યૌવનનું કારણ છે. ૧૪૨.
જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્યે કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.
અન્વયાર્થઃ — [एवं] એ રીતે [यः] જે [नित्यम्] સદા [जीवकर्मणोः] જીવ અને
કર્મના [भेदाभ्यासं] ભેદનો અભ્યાસ [करोति] કરે છે, [सः संयतः] તે સંયત [नियमात्]
નિયમથી
[प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [धर्तुं] ધારણ કરવાને [शक्त :] શક્તિમાન છે.
ટીકાઃ — આ, નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે.