પરમ-આલોચના અધિકાર[ ૨૦૭
सत्ताग्राहकशुद्धनिश्चयद्रव्यार्थिकनयापेक्षया हि एभिर्नोकर्मभिर्द्रव्यकर्मभिश्च निर्मुक्त म् ।
मतिज्ञानादयो विभावगुणा नरनारकादिव्यंजनपर्यायाश्चैव विभावपर्यायाः । सहभुवो गुणाः
क्रमभाविनः पर्यायाश्च । एभिः समस्तैः व्यतिरिक्तं , स्वभावगुणपर्यायैः संयुक्तं, त्रिकाल-
निरावरणनिरंजनपरमात्मानं त्रिगुप्तिगुप्तपरमसमाधिना यः परमश्रमणो नित्यमनुष्ठानसमये
वचनरचनाप्रपंचपराङ्मुखः सन् ध्यायति, तस्य भावश्रमणस्य सततं निश्चयालोचना
भवतीति ।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः —
(आर्या)
‘‘मोहविलासविजृंभितमिदमुदयत्कर्म सकलमालोच्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।’’
દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામનાં દ્રવ્યકર્મો છે.
*કર્મોપાધિનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાત્મા આ નોકર્મો
અને દ્રવ્યકર્મોથી રહિત છે. મતિજ્ઞાનાદિક તે વિભાવગુણો છે અને નર-નારકાદિ
વ્યંજનપર્યાયો તે જ વિભાવપર્યાયો છે; ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય
છે. પરમાત્મા આ બધાથી ( – વિભાવગુણો અને વિભાવપર્યાયોથી) વ્યતિરિક્ત છે. ઉપરોક્ત
નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત તેમ
જ સ્વભાવગુણપર્યાયોથી સંયુક્ત, ત્રિકાળ-નિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુપ્તિગુપ્ત
( – ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એવી) પરમસમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાનસમયે
વચનરચનાના પ્રપંચથી ( – વિસ્તારથી) પરાઙ્મુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવશ્રમણને
સતત નિશ્ચયઆલોચના છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૨૨૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન ( – ઉદયમાં આવતું)
કર્મ તે સમસ્તને આલોચીને ( – તે સર્વ કર્મની આલોચના કરીને), હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ
* શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનય કર્મોપાધિની અપેક્ષા રહિત સત્તાને જ ગ્રહે છે.