शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे ।
नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मीं व्रजामि ।।१५२।।
કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ ( – પોતાથી જ) નિરંતર વર્તું છું.’’
વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમંતભદ્રસ્વામીકૃત રત્નકરંડશ્રાવકાચારમાં ૧૨૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે આલોચીને, મરણપર્યંત રહેનારું, નિઃશેષ ( – પરિપૂર્ણ) મહાવ્રત ધારણ કરવું.’’
વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કૃતને સદા આલોચી આલોચીને હું નિરુપાધિક (-સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજવિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ. ૧૫૨.
૨૦૮ ]