૨૧૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(इंद्रवज्रा)
आलोचनाभेदममुं विदित्वा
मुक्त्यंगनासंगमहेतुभूतम् ।
स्वात्मस्थितिं याति हि भव्यजीवः
तस्मै नमः स्वात्मनि निष्ठिताय ।।१५३।।
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं ।
आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ।।१०9।।
यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम् ।
आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ।।१०9।।
इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता ।
यः सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराका-
निशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं निरव-
[શ્લોકાર્થઃ — ] મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને
જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મનિષ્ઠિતને ( – તે
નિજાત્મામાં લીન ભવ્ય જીવને) નમસ્કાર હો. ૧૫૩.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના — જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
અન્વયાર્થઃ — [यः] જે (જીવ) [परिणामम्] પરિણામને [समभावे] સમભાવમાં
[संस्थाप्य] સ્થાપીને [आत्मानं] (નિજ) આત્માને [पश्यति] દેખે છે, [आलोचनम्] તે આલોચન
છે. [इति] એમ [परमजिनेन्द्रस्य] પરમ જિનેંદ્રનો [उपदेशम्] ઉપદેશ [जानीहि] જાણ.
ટીકાઃ — અહીં, આલોચનાના સ્વીકારમાત્રથી પરમસમતાભાવના કહેવામાં આવી છે.
સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણ-સમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂત
પૂર્ણ ચંદ્ર સમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજ્જ્વળતા વધારનાર)
જે જીવ સદા અંતર્મુખાકાર ( – સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), અતિ અપૂર્વ, નિરંજન
નિજબોધના સ્થાનભૂત કારણપરમાત્માને નિરવશેષપણે અંતર્મુખ નિજ સ્વભાવનિરત સહજ-