કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૧
शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति; किं कृत्वा ? पूर्वं निज-
परिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचनास्वरूपमिति हे शिष्य
त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति ।
(स्रग्धरा)
आत्मा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं
यो मुक्ति श्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति ।
सोऽयं वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा
तं वंदे सर्ववंद्यं सकलगुणनिधिं तद्गुणापेक्षयाहम् ।।१५४।।
(मंदाक्रांता)
आत्मा स्पष्टः परमयमिनां चित्तपंकेजमध्ये
ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः पुराणः ।
सोऽतिक्रान्तो भवति भविनां वाङ्मनोमार्गमस्मि-
न्नारातीये परमपुरुषे को विधिः को निषेधः ।।१५५।।
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત્ જે જીવ કારણપરમાત્માને સર્વથા અંતર્મુખ એવું
જે નિજ સ્વભાવમાં લીન સહજ-અવલોકન તેના વડે નિરંતર દેખે છે — અનુભવે છે); શું
કરીને દેખે છે? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને
દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા
જાણ. — આમ આ, આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો.
[હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ
રહેઠાણવાળો દેખે છે, તે અનંગ-સુખમય (અતીંદ્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના
વિલાસોને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી
( – વિદ્યાધરોથી) અને ભૂચરોથી ( – ભૂમિગોચરીઓથી) વંદ્ય છે. હું તે સર્વવંદ્ય સકળગુણનિધિને
( – સર્વથી વંદ્ય એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી ( – અભિલાષાથી)
વંદું છું. ૧૫૪.
[શ્લોકાર્થઃ — ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે