૨૧૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवमनेन पद्येन व्यवहारालोचनाप्रपंचमुपहसति किल परमजिनयोगीश्वरः ।
(पृथ्वी)
जयत्यनघचिन्मयं सहजतत्त्वमुच्चैरिदं
विमुक्त सकलेन्द्रियप्रकरजातकोलाहलम् ।
नयानयनिकायदूरमपि योगिनां गोचरं
सदा शिवमयं परं परमदूरमज्ञानिनाम् ।।१५६।।
(मंदाक्रांता)
शुद्धात्मानं निजसुखसुधावार्धिमज्जन्तमेनं
बुद्ध्वा भव्यः परमगुरुतः शाश्वतं शं प्रयाति ।
तस्मादुच्चैरहमपि सदा भावयाम्यत्यपूर्वं
भेदाभावे किमपि सहजं सिद्धिभूसौख्यशुद्धम् ।।१५७।।
પુરાણ ( – સનાતન) છે એવો આત્મા પરમસંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે. તે આત્મા
સંસારી જીવોના વચન-મનોમાર્ગથી અતિક્રાંત ( – વચન અને મનના માર્ગથી અગોચર) છે.
આ નિકટ પરમપુરુષમાં વિધિ શો અને નિષેધ શો? ૧૫૫.
આમ આ પદ્ય વડે પરમ જિનયોગીશ્વરે ખરેખર વ્યવહાર-આલોચનાના પ્રપંચનો
૧ઉપહાસ કર્યો છે.
[શ્લોકાર્થઃ — ] જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે,
જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે,
ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ ૨અનઘચૈતન્યમય સહજતત્ત્વ અત્યંત
જયવંત છે. ૧૫૬.
[શ્લોકાર્થઃ — ] નિજ સુખરૂપી સુધાના સાગરમાં ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય
જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે; તેથી, ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી
ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજ તત્ત્વને હું પણ સદા અતિ-
અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. ૧૫૭.
૧ઉપહાસ = મશ્કરી; ઠેકડી; હાંસી; તિરસ્કાર.
૨અનઘ = નિર્દોષ; મળ રહિત; શુદ્ધ.