निर्मोहरूपमनघं परभावमुक्त म् ।
निर्वाणयोषिदतनूद्भवसंमदाय ।।१५८।।
चिन्मात्रमेकममलं परिभावयामि ।
निर्मुक्ति मार्गमपि नौम्यविभेदमुक्त म् ।।१५9।।
परमभावस्वरूपाख्यानमेतत् ।
[શ્લોકાર્થઃ — ] સર્વ સંગથી નિર્મુક્ત, નિર્મોહરૂપ, અનઘ અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મતત્ત્વને હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા અનંગ સુખને માટે નિત્ય સંભાવું છું ( – સમ્યક્પણે ભાવું છું) અને પ્રણમું છું. ૧૫૮.
[શ્લોકાર્થઃ — ] નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને એક નિર્મળ ચિન્માત્રને હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા ( – જેને જિનેંદ્રોએ ભેદ રહિત કહ્યો છે એવા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું. ૧૫૯.
અન્વયાર્થઃ — [कर्ममहीरुहमूलछेदसमर्थः] કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે [समभावः] સમભાવરૂપ [स्वाधीनः] સ્વાધીન [स्वकीयपरिणामः] નિજ પરિણામ [आलुंछनम् इति समुद्दिष्टम्] તેને આલુંછન કહેલ છે.
ટીકાઃ — આ, પરમભાવના સ્વરૂપનું કથન છે.