भव्यस्य पारिणामिकभावस्वभावेन परमस्वभावः । औदयिकादिचतुर्णां विभाव- स्वभावानामगोचरः स पंचमभावः । अत एवोदयोदीरणक्षयक्षयोपशमविविधविकारविवर्जितः । अतः कारणादस्यैकस्य परमत्वम्, इतरेषां चतुर्णां विभावानामपरमत्वम् । निखिल- कर्मविषवृक्षमूलनिर्मूलनसमर्थः त्रिकालनिरावरणनिजकारणपरमात्मस्वरूपश्रद्धानप्रतिपक्ष- तीव्रमिथ्यात्वकर्मोदयबलेन कुद्रष्टेरयं परमभावः सदा निश्चयतो विद्यमानोऽप्यविद्यमान एव । नित्यनिगोदक्षेत्रज्ञानामपि शुद्धनिश्चयनयेन स परमभावः अभव्यत्वपारिणामिक इत्यनेनाभिधानेन न संभवति । यथा मेरोरधोभागस्थितसुवर्णराशेरपि सुवर्णत्वं, अभव्यानामपि तथा परमस्वभावत्वं; वस्तुनिष्ठं, न व्यवहारयोग्यम् । सुद्रशामत्यासन्नभव्यजीवानां सफलीभूतोऽयं परमभावः सदा निरंजनत्वात्; यतः सकलकर्मविषमविषद्रुमपृथुमूल- निर्मूलनसमर्थत्वात् निश्चयपरमालोचनाविकल्पसंभवालुंछनाभिधानम् अनेन परमपंचमभावेन अत्यासन्नभव्यजीवस्य सिध्यतीति ।
ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. તે પંચમ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે. તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમપણું છે, બાકીના ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ, ત્રિકાળ-નિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદ્રષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે (કારણ કે મિથ્યાદ્રષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ ‘અભવ્યત્વપારિણામિક’ એવા નામ સહિત નથી (પરંતુ શુદ્ધપણે જ છે). જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે; તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહારયોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણરાશિનું સુવર્ણપણું સુવર્ણરાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં – ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ તે કામમાં આવતું નથી કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદ્રષ્ટિઓને — અતિ આસન્નભવ્ય જીવોને — આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે) સફળ થયો છે; જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ-આસન્નભવ્ય જીવને નિશ્ચય-પરમ-આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું ‘આલુંછન’ નામ સિદ્ધ થાય છે, કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
૨૧૪ ]