कर्मारातिस्फु टितसहजावस्थया संस्थितो यः ।
एकाकारः स्वरसविसरापूर्णपुण्यः पुराणः ।।१६०।।
मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा ।
मोहाभावात्स्फु टितसहजावस्थमेषा प्रयाति ।।१६१।।
[હવે આ ૧૧૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજાવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એકરૂપ છે), જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે, તે શુદ્ધ-શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. ૧૬૦.
[શ્લોકાર્થઃ — ] અનાદિ સંસારથી સમસ્ત જનતાને ( – જનસમૂહને) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ છે અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે. મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધભાવને પામે છે — કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત ( – ઉજ્જ્વળ) કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે. ૧૬૧.